ગુજરાત સહિત 5 રાજ્યમાંથી પસાર થતા એક્સપ્રેસ-વે પર ઇ-વ્હીકલ માટે 4 લેન હશે

ગુજરાત
ગુજરાત 327

દિલ્હીથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન 1350 કિ.મી. લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સમય તો બચાવશે જ, સાથે જ પ્રદૂષણ પણ ઘટાડશે. 1 લાખ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ એક્સપ્રેસ-વે પર 350 કિ.મી. સુધીનું કામ થઈ ગયું છે. હાલ 8 લેન બનાવાઈ રહી છે. ઉપરાંત 4 લેન હજુ વધારવામાં આવશે. 2 જવા માટે અને 2 આવવા માટે. આ 4 લેન ફક્ત ઈલેક્ટ્રિક વ્હીકલ માટે હશે. આ દેશનો પ્રથમ એક્સપ્રેસ-વે હશે, જેના પર ડેડિકેટેડ ઈલેક્ટ્રિક વ્હીકલ ફોરલેન હશે. એક્સપ્રેસ-વેના કિનારે નવી ઔદ્યોગિક ટાઉનશિપ અને સ્માર્ટસિટી બનાવવાનો પણ પ્રસ્તાવ છે. એનો સરવે ચાલુ છે. સંપૂર્ણ રૂટ પર 92 સ્થળે ઈન્ટર્વલ સ્પૉટ ડેવલપ કરાશે. માર્ગ તથા પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે એક્સપ્રેસ-વેનું કામ જાન્યુઆરી 2023 સુધી પૂરું થઈ જશે. જોકે કોરોનાને લીધે કામમાં વિલંબ થયો હતો.

એક્સપ્રેસ-વે બનતાં દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 150 કિ.મી. સુધી ઘટી જશે. ફક્ત 13 કલાકમાં અંતર કપાઇ જશે. હાલ બાય રોડ દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 25 કલાક લાગે છે. દિલ્હીથી મુંબઈને જોડનાર એનએચ-8 પર હાલ વાહનોનું વધારેપડતું દબાણ છે. એના પર રોજ 1 લાખ વાહન અવરજવર કરે છે. આ વાહનો એક્સપ્રેસ-વે પર શિફ્ટ થશે.

એક્સપ્રેસ-વેથી દર વર્ષે 32 કરોડ લિટર ઈંધણ બચશે

  • સુરક્ષા માટે રોડના બંને છેડે 1.5 મીટર ઊંચી દીવાલ બનાવાશે.
  • ટોલ પ્લાઝા હાઈવેની જગ્યાએ સ્લિપ લેનમાં બનશે, જેથી જે શહેરમાં જશો, એટલું જ ટોલ લાગશે.
  • દર 2.5 કિ.મી. બાદ પશુઓ માટે ઓવર પાસ બનાવાશે. દર 500.મીટર પર એક અંડરપાસ હશે.
  • દર 50 કિ.મી.એ બંને તરફ ફેસિલિટી સેન્ટર હશે. ત્યાં રેસ્ટોરાં, ફૂડ કોર્ટ, સુવિધા સ્ટોર, ઈંધણ સ્ટેશન, ઈવી ચાર્જિંગ પોઇન્ટ અને શૌચાલય વગેરે રહેશે.
  • એક્સપ્રેસ-વે પર ગાડીઓ માટે 120 કિ.મી./કલાકની સ્પીડ નક્કી કરાશે.
  • લાઈટો સોલર પાવરથી ચાલશે. વરસાદનું પાણી એકત્રિત કરવા હાર્વેસ્ટિંગ સિસ્ટમ બની રહી છે.
  • આ હાઇવેથી દર વર્ષે 32 કરોડ લિટર ઈંધણ બચશે, વાર્ષિક 85 કરોડ કિલો કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.