આવતીકાલથી આ ટ્રેનોનાં સમયમાં મોટો ફેરફાર, બુકિંગ કરતા પહેલા રાખો ખાસ ધ્યાન

ગુજરાત
ગુજરાત

અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ 1 ઓક્ટોબરથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. 7 ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કે, 25 ટ્રેનો હાલના સમયથી મોડી શરુ કરવામાં આવશે. આ વિશે રેલવેના પીઆરઓ જેકે જયંતે જણાવ્યું કે, 1 ઓક્ટોબરથી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે. 47 જેટલી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. તો ઓપરેશનલ કારણોસર 11 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 102 ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે. અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે 1 ઓક્ટોબર, 2023થી નવું સમયપત્રક લાગૂ પડશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતીથી ઉપડતી ટ્રેનોના સમયમાં 5-10 મિનિટ સમય વહેલો કે મોડો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 200થી વધુ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થયો છે, જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સમયના ફેરફારની નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

1.    ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે.
2.    ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
3.    ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21.35 કલાકને બદલે 21.25 કલાકે રવાના થશે.
4.    ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકને બદલે 07.45 કલાકે રવાના થશે.
5.    ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 12.35 કલાકને બદલે 12.30 કલાકે રવાના થશે.
6.    ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી 19.30 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
7.    ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 23.00 કલાકને બદલે 22.15 કલાકે રવાના થશે.

શરૂઆતના સ્ટેશનની મોડી રવાના થનારી ટ્રેનો 
1.    ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 07.05 કલાકને બદલે 07.10 કલાકે રવાના થશે.
2.    ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
3.    ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
4.    ટ્રેન નંબર 09274 અમદાવાદ આણંદ સ્પેશિયલ 23.45 ને બદલે 23.55 કલાકે રવાના થશે.
5.    ટ્રેન નંબર 14312 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 15.50 કલાકને બદલે 16.05 કલાકે રવાના થશે.
6.    ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.
7.    ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
8.    ટ્રેન નંબર 12966 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
9.    ટ્રેન નંબર 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી 15.05 કલાકને બદલે 15.10 કલાકે રવાના થશે.
10.     ટ્રેન નંબર 16505 ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી 09.10 કલાકને બદલે 09.20 કલાકે રવાના થશે.
11.     ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે.
12.     ટ્રેન નંબર 12937 ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18.15 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
13.     ટ્રેન નંબર 22952 ગાંધીધામ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી 20.40 કલાકને બદલે 21.00 કલાકે રવાના થશે.
14.     ટ્રેન નંબર 20484 ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામથી 23.15 કલાકને બદલે 23.20 કલાકે રવાના થશે.
15.     ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી 16.00 કલાકને બદલે 16.10 કલાકે રવાના થશે.
16.     ટ્રેન નંબર 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.00 કલાકને બદલે 18.10 કલાકે રવાના થશે.
17.     ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18.30 કલાકને બદલે 18.50 કલાકે રવાના થશે.
18.     ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી 19.15 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
19.     ટ્રેન નંબર 19704 અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી 06.30 કલાકને બદલે 06.40 કલાકે રવાના થશે.
20.     ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 09.00 કલાકને બદલે 09.15 કલાકે રવાના થશે.
21.     ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી 17.50 કલાકને બદલે 18.00 કલાકે રવાના થશે.
22.     ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી 06.30 કલાકને બદલે 06.35 કલાકે રવાના થશે.
23.     ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 6.00 કલાકને બદલે 6.20 કલાકે રવાના થશે.
24.     ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી 09.50 કલાકને બદલે 10.00 કલાકે રવાના થશે.
25.     ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી 06.10 કલાકને બદલે 06.15 કલાકે રવાના થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.