પુણાના યોગી ઉદ્યાનને રાતોરાત પાટીદાર ગાર્ડન નામ આપી દેવાયું, વિરોધ થતા પાલિકાને નામ બદલવાની ફરજ પડી

ગુજરાત
ગુજરાત

સુરત મ્યુનિ.ના પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં આપની જીત સાથે જ હવે જ્ઞાતિવાદી રાજકારણ શરૂ થઈ ગયું છે. પુણાના યોગી ઉદ્યાનને રાતોરાત પાટીદાર ગાર્ડન નામ આપી દેવામાં આવ્યું છે. આ વિસ્તારના પ્રજાની માગણીના કારણે નામ આપી દઈ બોર્ડ પણ બદલી નાંખવામાં આવ્યું છે. જોકે, સોશિયલ મીડિયામાં જ્ઞાતિવાદી રાજકારણનો મુદ્દો ઉછળતા પાલિકાએ આખરે પગલા ભરવા પડ્યાં હતા.

પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં જો પાટીદાર ગાર્ડન નામ અપાતુ હોય તો આગામી દિવસોમાં મુસ્લીમ વિસ્ત્રામાં મુસ્લીમ ગાર્ડન, બ્રાહ્મણ વિસ્તારામં બ્રાહ્મણ ગાર્ડન કે અન્ય સમાજના નામે ગાર્ડન કે અન્ય પ્રકલ્પોના નામની માગણી થશે. જો મ્યુનિ. તંત્ર માનશે નહીં તો તે વિસ્તારના લોકો પુણાની પ્રજાની જેમ પોતે જ બોર્ડ બદલી નાંખતા અચકાશે નહીં તે ચોક્કસ છે. પાલિકાના ગાર્ડનનું નામ બદલી કઢાયું હોવા છતાં પાલિકાએ આ ગંભીર બાબત સામે પોલીસ કેસ કરવાની દરકાર પણ લીધી નથી.

બહુજન હિતાય બહુજન સુખાયના સુત્રથી ચાલી રહેલી સુરત મહાગનરાલિકા 2021ની ચુંટણી બાદ અચાનક જ જ્ઞાતિવાદી સુત્ર તરફ આગળ વધવા લાગી છે. પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં ગત વખથે પાટીદારો કોંગ્રેસ સાથે હતા ટિકિટ ફાળવણી મુદ્દે કોગ્રેસે પાસ વચ્ચે ડખો થતાં આ વખતે પાટીદારોએ ઝાડુ પકડી લીધું હતું. જેના કારણે પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં આપના એક બે નહીં પરંતુ 27 બેઠક મળી ગઈ છે. પહેલી ળકતમાં જ આટલી બેઠક મળતાં આપના કોર્પોરેટરો કચરાગાડી, રોડ, સ્કુલ વિગેરેની મુલાકાત લઈને પોતાની પબ્લીસીટી કરી રહ્યા છે.

દરમિયાન આજે અચાનક જ પુણાના વોર્ડ નંબ 17માં સિમાડા ખાતે યોગી ઉદ્યાન આવ્યો હતો તેનું નામ રાતોરાત લોકોએ બદલી નાંખ્યું હતુ. પૌલિકાએ યોગી ઉદ્યાન નામ આપ્યું હતું તેને સ્થાનિકોની માંગના નામે પાટીદાર ગાર્ડન કરી દવાયું છે. પાટીદાર વિસ્તારની બહુમતિ છે તેની ના નથી પરંતુ સુરતના અન્ય વિસ્તારમાં મુસ્લીમ, બ્રાહ્મણ, કોળી પટેલ, જૈન, દલિત, પ્રજાપતિ જેવા સમાજની બહુમતિ છે તે વિસ્તારના લોકો પણ પોતાની માગ છે તેમ કહીને મ્યનિનિ. ગાર્ડન જ નહીં અન્ય પ્રકલ્પોના નામ પણ બદલી નાંખશે.

પાલિકાએ આપેલું નામ બદલી નંખાયું હોવા છતાં પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પાલિકાની આવી શાહમૃગ નિતિના કારણે આગામી દિવસોમાં અન્ય લોકો પણ પાલિકાના પ્રકલ્પાના નામ બદલતા અચકાશે નહીં તે શક્યતા નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.