હવમાન વિભાગે કરી વધુ એક આગાહી, આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ આવશે. તેમજ બીજા સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણને પગલે આગાહી છે.
આગામી 5 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તથા આ વર્ષે ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ રહ્યો છે. તેમજ અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે.