
વડોદરામાં રાજ્યની ત્રીજી આધુનિક ફુડ ટેસ્ટીંગ લેબ બની
ગુજરાતમાં રાજકોટ,ભુજ બાદ બરોડામાં વધુ એક આધુનિક ફુડ ટેસ્ટીંગ લેબ નિર્માણ પામી છે.જે લેબનું ઉદઘાટન આવતીકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થશે. રાજકોટમાંથી લેવાતા ફુડ સેમ્પલ ટેસ્ટીંગ માટે વડોદરા મોકલવામાં આવતા હોય છે અને તેનો રિપોર્ટ આવતા બે-ત્રણ માસ લાગી જાય છે.ત્યારે આ લેબને પગલે રીપોર્ટનો સમયગાળો ઘટશે.વર્તમાનમા રાજકોટમાં આધુનિક લેબ છે પરંતુ બીજા જીલ્લાઓના સેમ્પલ તેમાં ચકાસાતા હોય છે.વડોદરામાં રૂા.48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આગામી 21 મેના રોજ લોકાર્પણ કરશે.આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધના નમુનાઓનું પૃથ્થકરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળનો દરજજો પ્રાપ્ત થયો છે.આમ વર્તમાનમા રાજયની ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે.વડોદરા ખાતે લોકાર્પણ થનાર લેબ 16,000 ચો.મીટરથી વધુનો વિશાળ વિસ્તાર ધરાવતી 10 માળની અત્યાધુનિક બિલ્ડીંગ છે.