રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ બે ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાત
ગુજરાત

ભારતીય બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. જેના પગલે પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જો કે માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતાં ઠંડીનો પારો ગગડ્યો હતો. જેની અસર ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન માઉન્ટ આબુમાં પણ જોવા મળી હતી, જેને પગલે ત્યાં માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

છેલ્લા ચાર દિવસથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જો કે ગઈકાલે શનિવારે સાંજથી તાપમાન ઘટવા લાગ્યું હતું. જેની અસર માઉન્ટ આબુમાં જોવા મળી હતી. જેથી અનેક વિસ્તારમાં પાણીના કુંડા અને ગાડી ઉપર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો.આજે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.