રાજ્યમાં છેલ્લા 24 કલાકમા અનરાધાર વરસાદ વરસ્યો
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે,ત્યારે છેલ્લા 24 કલાકમાં 154 તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો.જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં વરસ્યો હતો.ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયુ હતું જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા 5 ઈંચ જેટલો વરસાદ થયો હતો.બીજીતરફ રાજ્યમાં આગામી 30 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આમ ભારે વરસાદને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો તેમજ ઓછી વિઝિબિલીટીને કારણે વાહનોમાં લાઈટ ચાલુ રાખવી પડી હતી.આ ઉપરાંત વડોદરામાં પણ મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે નડિયાદમાં 3 કલાકમા 4 ઈંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.દક્ષિણ ગુજરાતમાં યલો તેમજ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.