ગુજરાત રાજ્યમાં સિઝનનો ૧૦૪ ટકા વરસાદ નોંધાયો

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો ૧૦૪ ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હજી પણ રાજ્યના ૧૩% તાલુકામાં ૩૦ ટકાથી વધુ ઘટ છે. આ તરફ હજી આગામી મહિનામાં નવરાત્રી અને ભારત-પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શકયતા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં ચોમાસા દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો ૧૦૪ ટકા વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના ૧૩ તાલુકામાં ૩૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ સાથે ૩૩ તાલુકાઓમાં ૭૦ ટકાથી ઓછો વરસાદ તો ૩૮ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઈંચ જ વરસાદ વરસ્યો છે. આ તરફ ૨૦ તાલુકાઓમાં ૧૦૦ ટકા અથવા એનાથી વધુ વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓના લોકો માટે આગામી દિવસો કપરા બને તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

ગાંધીનગરમાં ગાંધીનગર અને કલોલ, પાટણ જિલ્લામાં ચાણસ્મા, ભાવનગરમાં જેસર અને પાલીતાણા, છોટા ઉદેપુરમાં નસવાડી, બનાસકાંઠામાં કાંકરેજ, મહેસાણામાં ઊંઝા, અરવલ્લીમાં માલપુર, અમદાવાદમાં બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ, હાંસોટ અને ઝઘડીયા, સાણંદ અને વિરમગામ, વડોદરામાં કરજણ, સાવલી અને વાઘોડીયા,, પંચમહાલમાં ઘોઘંબા, સુરેન્દ્રનગરમાં મુળી, રાજકોટમાં જસદણ, પદ્ધારી અને રાજકોટ, તાપીમાં ઉચ્છાલ, અમરેલીમાં જાફરાબાદ અને સાવરકુંડલા, બોટાદમાં રાણપુર, ભરૂચમાં અમોદ, સુરતમાં માંગરોળ અને ઓલપાડ, ખેડામાં ગળતેશ્વર અને ઠાસરા સહિતના આ તાલુકાઓમાં ૫૦થી લઈને ૩૦ ટકા સુધીની વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. ૭ ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. ૭ ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શકયતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

તેઓએ કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શકયતા છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.