અમદાવાદ ભીડ વધી જતા અને કોઈ માસ્ક ન પહેરતું હોવાથી મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરાવ્યું

ગુજરાત
ગુજરાત

હાલ રાજ્યમાં વકરી રહેલા કોરોનાને પગલે સમગ્ર તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ મહામારીને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા છેલ્લા અઠવાડીયાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે પણ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન આજે રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે. આ માર્કેટમાં ભીડ થઈ રહી હોવાથી અને કોઈ માસ્ક ન પહેરતા હોવાને કારણે 120 દુકાનો સીલ કરવામાં આવી છે.

આ પહેલા 9 ઓગસ્ટની રાતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણી જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સિંધુ ભવન રોડ પર આવેલી ત્રણ રેસ્ટોરન્ટ અને વસ્ત્રાપુરમાં ગજાનંદ પૌંઆ હાઉસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા સીલ કરવામાં આવ્યા હતા. અનલોક-2માં રેસ્ટોરન્ટ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રેસ્ટોરન્ટના સંચાલકો ગાઈડલાઈનનું પૂરતું પાલન ન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.