
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલી રેસ્કયૂ ટીમ ફસાઇ ગઈ
ભરુચ, નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ભરુચના ગામોમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે. બોરભાઠા ગામમાં ફસાયેલા ૨૦ લોકોનું રેસ્કયૂ કરવા ગયેલી ટીમ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઇ હતી. રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. ભારે વરસાદ અને નર્મદા નદીના નીર આવતા બોરભાઠા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં નદીનું પાણી ઘૂસી જતા અંદાજે ૨૦ લોકો ફસાયો હોવાનો કોલ મળતા વહીવટ તંત્ર દોડતું થયું હતું.
પોલીસ અને પાલિકા ફાયરની ટીમ બોટ સાથે રેસ્કયૂ કરવા પહોંચી હતી. જ્યાં અંકલેશ્વર બી ડિવિઝનના પીએસઆઈ પી કે રાઠોડ સહિત રેસ્કયૂ ટીમ પણ ફસાઈ હતી. ત્યાર બાદ રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. મરીનની ટીમે રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને રેસ્કયૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.
બોરભાઠા ગામમાં ફસાયેલા ૨૦ લોકોનું રેસ્કયૂ કરવા ગયેલી ટીમ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઇ હતી. ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. મરીનની ટીમે રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને રેસ્કયૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.