ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઇ
ડેન્ગ્યુના કેસ બાદ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું
ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઇ
ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલી ગણેશ બેકરીની પાછળના વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ગટર લાઈન ખુલ્લી અને કચરાથી ખદબદતી હોવાના કારણે રાત્રિ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો હતો. જેના કારણે આ વિસ્તારના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બીજી બાજુ આ વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. બે જેટલા ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવતાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે આજ રોજ ગોધરા નગરપાલિકા તંત્ર હરકતમાં આવી હતી. આ વિસ્તારમાં જરૂરી દવાનો છંટકાવ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ આરોગ્ય ની ટીમ દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું હતું.
ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારની પાછળ આવેલી ગણેશ બેકરી પાસે ડેન્ગ્યુના બે કેસ પૉઝિટિવ આવતાં સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તે માટે માગ કરી રહ્યા હતા. કારણકે ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલી ગણેશ બેકરીની પાછળ એક જ પરિવારની એક 11 વર્ષીય અને બીજી 13 વર્ષીય દીકરીઓને ડેન્ગ્યુના પૉઝિટિવ કેસ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.
આજ રોજ ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારની પાછળ આવેલી ગણેશ બેકરી પાસે જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સાંજના સુમારે નગરપાલિકા તંત્ર દ્વારા ફોર્ગિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે.