મૃતકભાનુશાલીનું ફેકIDબનાવીને યુવતીઓ સાથે કરાતી હતી વાતો
અમદાવાદ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાલીનું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી દીધુ હતુ. જેનાથી તેણે યુવતી સાથે વાતો કરી. આ આખી વાતમાં જ્યંતિ ભાનુશાલી જે નંબર વાપરતા હતા તે મોબાઇલ નંબરનો ખોટો ઉપયોગ કરવામાં આવતા ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
નરોડામાં રહેતા સુનીલ ભાનુશાલી ફ્રુટનો ધંધો કરે છે. તેમના કાકા જ્યંતિ ભાનુશાલી અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા. જેઓ ચારેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. ગત ૬ એપ્રિલે તેઓ તેમના ઘરે હાજર હતા તે સમયે અજાણ્યા નંબર પરથી એક મહિલાનો ફોન આવ્યો હતો. જેમા તેમણે કહ્યુ કે, તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કેમ કરો છો કહીને વાત કરીને તેમના કાકા વિશે પૂછતા સુનિલભાઇએ કહ્યુ કે, તેમના કાકા જયંતીભાઈ ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે.
ત્યારે મહિલાએ જણાવ્યુ કે, તેમના ઇન્સ્ટાગ્રામ આઇડી પર જ્યંતિ ભાનુશાલીના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મેસેજ આવ્યો હતો અને મોબાઇલ નંબર આપીને વાત કરવા જણાવ્યુ હતુ. જેથી મહિલાએ સુનિલભાઇને ફોન કર્યો હતો. ત્યારે સુનિલભાઇએ મહિલા પાસે તેમના કાકાના ઇન્સ્ટાગ્રામ આઇડીના ફોટા માંગતા મહિલાએ મોકલી આપ્યા હતા. તેમાં જોતા મોબાઇલ નંબર લખેલો હતો. તેમજ જ્યંતિભાઇ ભાનુશાલી જેલ બહાર પ્રવિણસિંહ દિલુભા જાડેજા રાધાનગર ૧૪૧ કરી હતી
આ માટે તેમણે વેબગુર્જરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા ધરવામાં જેલ હવા જેવું ગુજરાતીમાં લખાણ લખ્યુ હતુ. તેમજ શખ્સે જ્યંતિ ભાનુશાલીના ફોટા સાથે અજાણ્યા શખ્સોના ફોટા અપલોડ કર્યા હતા. એટલે કે, જ્યંતિ ભાનુશાલીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અજાણ્યા શખ્સે ફોટા અપલોડ કર્યા હતા. જેથી જ્યંતિ ભાનુશાલીના ભત્રીજાએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સમગ્ર મામલે હવે સાયબર ક્રાઈમ ગુનો નોંધી આ ફેક આઇડી બનાવનાર કોણ છે અને તેણે કયા આશયથી આ કૃત્ય કર્યું તેની તપાસ હાથ ધરી છે.