આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર:કોરોનાકાળ વચ્ચે દેશમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રીનો પર્વ ૯ દિવસ સુધી મનાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ માતા એટલે કે દેવીને સમર્પિત છે. એવું કહેવાય છે કે, નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં મા દુર્દાની ઉર્જા અને શક્તિની પૂજા કરવામાં આવે છે. ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતે લક્ષ્મીજી અને જીવમાં શાંતિ આપનાર દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં દિવસે કલા અને જ્ઞાનની દેવીની પૂજા કરવામાં આવે છે. આઠમના દિવસે માત મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે નોમના દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિને લઇ ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. સોસાયટી કે ફ્લેટોમાં આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી લેવી જરૂરી નહીં. પરંતુ જાહેર સ્થળો કે માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીના સ્થાપન માટે તેમજ આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અત્રે નોંધનીય છે કે, અગાઉ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખી નવરાત્રિમાં દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાનાં એક કલાકના કાર્યક્રમ માટે ફરજિયાત પોલીસ પરમિશન લેવાની હતી. એ માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ ફરજિયાત પોલીસની પરમિશન લેવા જવાનું હતું. પરંતુ હાલમાં જ રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટી કે ફ્લેટોમાં આરતી માટે પોલીસની પરવાનગી નહીં લેવી પડે તેવો ર્નિણય કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.