વિસનગરમાં રૂ.૪ લાખની લૂંટનો ભેદ બે દિવસમાં ઉકેલાયો : મહેસાણા LCBએ ૪ લૂટારાને દબોચ્યા

ગુજરાત
ગુજરાત 65

વિસનગરમાં સોમવારે પરોઢિયે થયેલી રૂ.૪ લાખની લૂંટનો ભેદ બે દિવસમાં જ મહેસાણા એલસીબીએ ઉકેલી નાખીને ચાર લૂંટારાઓને ઝડપી લીધા હતા. જેની સાથે કડીના વામજ ગામે ગત વર્ષે થયેલી રૂ.૨.૬૫ લાખની લૂંટનો પણ ભેદ ઉકેલાયો છે. વિસનગરમાં અને દિપડા દરવાજા વિસ્તારમાં રહેતા શાકભાજીની પેઢીના મહેતાજી મુકેશભાઈ પટેલ ૨૭ જુલાઈએ પરોઢિયે સ્કૂટર ઉપર ડીડી હાઈસ્કૂલ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઈકો ગાડીમાં આવેલા શખ્સો તેમની પાસેથી અંદાજીત રૂ.૪ લાખ લૂંટી ગયા હતા. મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ એણ ત્રણ ટીમોએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડ, પીએસઆઈ વાય.કે.ઝાલા, એએસઆઈ મનોહરસિંહ, હેડ કોન્સ્ટેબલ નિલેસકુમાર, રમેશભાઈ, મહેન્દ્રકુમાર, હિંમતભાઈ, ઉસ્માનભાઈ સહિતની ટીમ બુધવારે તપાસમાં હતી ત્યારે પીએસઆઈ વાય.કે.ઝાલાને કેટલાક ઈસમો જીજે-૧૮-બીએ-૦૨૩૭ નંબરની ઈકો ગાડીમાં વિસનગરથી ભાલક જતા રોડ પર તળાવ નજીકની ઝાડીમાં પૈસાના ભાગ પાડતા હોવાની બાતમી મળી હતી. એલસીબીની ટીમે ત્યાં પહોંચી ઈકો ગાડીમાં ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રૂ.૨,૫૫,૪૨૦ની રોકડ રકમ રિકવર કરવા સાથે ચાર મોબાઈલ અને ઈકોગાડી મળીને રૂ.૪,૬૩,૪૨૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.