ગુજરાતમાં બનેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ આગળ વધ્યું

ગુજરાત
ગુજરાત

પાછલા વર્ષે બિપરજોય સમુદ્રી તોફાનના પડકાર બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદે સ્થિતિ ખરાબ કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે પરિસ્થિતિ સૌથી ખરાબ છે. રાજ્યમાં 11 લોકોના મોત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી તો નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ વચ્ચે સામે આવ્યું કે ગુજરાતની ઉપર ડીપ ડિપ્રેશન બની ગયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતના વડોદરામાં સ્થિતિ બગડતા સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. પ્રભાવિત વિસ્તારો અને બહુમાળી ભવનોમાં ફસાયેલા લોકોને હેલીકોપ્ટરથી ફૂડ પેકેજ પહોંચાડવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપર બનેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ પણ ફેલાય રહ્યું છે.  અત્યારે ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ્ર પર કેન્દ્રીત છે. તેના કારણે કચ્છ અને જામનગરની સાથે દ્વારકામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જ્યાં ભારે વરસાદની સંભાવના છે. વર્તમાનમાં જામનગર અને દ્વારકા પર એક દબાવ હવે ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજા ખનૈયા કરશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48 કલાક સુધી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં ડિપ્રેશન કચ્છની ખાડીથી થતાં અરબ સાગર સુધી પહોંચ્યું છે. આ ડિપ્રેશન જામનગર અને દ્વારકા પર સ્થિત થઈ ગયું છે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે.  આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં કચ્છ સહિત સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ રાખેલું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેવામાં 29 ઓગસ્ટે ફરી સૌરાષ્ટ્રના 11 અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિપ્રેશન આગળ પાકિસ્તાન તરફ ખસી શકે છે. ગુજરાતમાં જ્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હવામાન વિભાગે સાઇક્લોનિક સર્કુલેશનની આશંકા વ્યક્ત કરી હતી.  હવામાન વિભાગે રાજ્યમાં 29 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યમાં 11 લોકોના મોત થયા છે અને 25 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.