દાહોદમાં મૂશળધાર વરસાદ થતા નદીના પૂરમાં કાર તણાઇ

ગુજરાત
ગુજરાત

દાહોદ, હવામાન વિભાગની વરસાદીની આગાહી વચ્ચે મેઘરાજાએ દાહોદને પણ ઘમરોળ્યું છે અહીં ભારે વરસાદના કારણે નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાં છે. દાહોદના સુખસરની ખારી નદીમાં કાર તણાઈ હતી. જેના કારણે ૫ લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ઘર્યું હતું .

સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીની દૂધમતિ નદી બે કાંઠે વહેતા મંદિરમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના વિવિધ મંદિરો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વનખંડી, ઓમરાકેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાઇ જતાં મંદિરને શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ રેસકયુ માટેની કામગીરી હાથ ઘરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.