ફાઈનલ મેચને લઈ સ્ટેડિયમના રૂટ પર રાત્રે ૧ વાગ્યા સુધી બસ સેવા ચાલુ રખાશે

ગુજરાત
ગુજરાત

રવિવારે રમાનારી ફાઇલન માટે એએમટીએસની ૧૧૯ અને બીઆરટીએસની ૯૧ બસ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે. રાત્રે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ સહિતના રૂટ પર બસ દોડાવવામાં આવશે. તો પેસેન્જ૨ દીઠ રૂ.૨૦ ટિકિટ રાખવામાં આવી છે.જે અચેર ડેપોથી જુદા-જુદા રૂટ પર દોડાવવામાં આવશે. રવિવારે રમાનારી ફાઇલન માટે એએમટીએસની ૧૧૯ અને બીઆરટીએસની ૯૧ બસ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે. રાત્રે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ સહિતના રૂટ પર બસ દોડાવવામાં આવશે. તો પેસેન્જ૨ દીઠ રૂ.૨૦ ટિકિટ રાખવામાં આવી છે.જે અચેર ડેપોથી જુદા-જુદા રૂટ પર દોડાવવામાં આવશે.

અચેર ડેપોથી વાસણા વાયા આરટીઓ, ગાંધીગ્રામ, પાલડી સુધી બસ દોડશે. અચેર ડેપોથી મણિનગર વાયા આરટીઓ, સુભાષબ્રીજ, દિલ્હી દરવાજા, રાયપુર, ગીતામંદિર સુધી બસ દોડશે. અચેર ડેપોથી ઓઢવ વાયા આરટીઓ, ઇન્કમટેક્સ, દિલ્લી દરવાજા, કાલુપુર, રખિયાલ સુધી બસ દોડશે. અચેર ડેપોથી નારોલ વાયા મોટેરા, ભાટ ગામ, ઇન્દિરા બ્રિજ, ગેલેક્સી, નરોડા પાટિયા, કૃષ્ણનગર, સીટીએમ સુધી બસ દોડાવવામાં આવશે.અચેર ડેપોથી ઉજાલા સર્કલ, વાયા વિસત સર્કલ, ચાંદખેડા, ઝૂંડાલ સર્કલ, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, થલતેજ, ઇસ્કોન સુધી બસ સેવા ચાલુ રાખવામાં આવશે. તો બીજીતરફ મેચના દિવસે વીવીઆઈપી રૂટ તેમજ સ્ટેડિયમને જાેડતાં રોડ પર પર આખો દિવસ સફાઈ ચાલુ રખાશે.તેમજ ખાણીપીણીનાં એકમો પાસેથી ચાર્જ લઈ દર બે કલાકે કચરાનો નિકાલ કરવામાં આવશે. બે શિફ્ટમાં કુલ ૨૦૦ સફાઇ કામદારો કામ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.