રાજસ્થાનના ભરતપુરમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામનારાના પાર્થિવ દેહ દિહોર ગામે પહોચશે

ગુજરાત
ગુજરાત

અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના પાર્થિવ દેહ આજે ભાવનગરના દિહોર ગામે પહોંચશે. ગઈકાલે રાજસ્થાનના ભરતપુરમાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યું પામનાર 12 લોકોના મૃતદેહ 6 એમ્બ્યુલન્સ મારફતે વતન દિહોર લઈ જવામાં આવી રહ્યા છે અને ઈજા નથી થઈ તેવા 33 લોકોને બે બસોમાં વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામ એમ્બ્યુલન્સ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. બપોર સુધીમાં એમ્બ્યુલન્સ ભાવનગરના દિહોર ગામે પહોંચી જશે.

મહત્વનું છે કે રાજસ્થાનના ભરતપુરમાં ગુજરાતીઓ સાથે ગઈ કાલે તથ્યવાળી થઈ હતી. મુસાફરોને એક ભૂલની સજા મોત સ્વરૂપે મળી. બંધ પડેલી બસ જોવા ઉતરેલા મુસાફરો પર પૂરપાટ ઝડપે આવતી ટ્રક ફરી વળી અને ઘટનાસ્થળે જ 12 મુસાફરોના મોત થઈ ગયા. ભાવનગરથી મથુરા જઇ રહેલી ગુજરાતની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો. વહેલી પરોઢે આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસને ટ્રકે ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત નિપજ્યા, જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા.

તમામ મૃતકો ભાવનગરના તળાજાના દિહોરના વતની હતા. ઘટનાની જાણ થયા બાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોકસંદેશ વ્યક્ત કર્યો. ગુજરાત સરકારે મૃતકોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો ઘાયલોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી, તો વડાપ્રધાન મોદીએ રાજસ્થાન અકસ્માત મુદ્દે વ્યક્ત દુઃખ વ્યક્ત કર્યું અને અકસ્માતના મૃતકો માટે 2-2 લાખની સહાયની જાહેરાત કરી. જ્યારે ઇજાગ્રસ્તોને કેન્દ્ર સરકાર રૂ.50-50 હજારની સહાય આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.