ભાજપની મોટી ફોજે ધારી વિધાનસભા બેઠક જીતવા પેટા ચૂંટણી માટે લગાવ્યું એડીચોટીનું જોર.

ગુજરાત
ગુજરાત 65

ધારી વિધાનસભાની ચૂંટણી ના પ્રચાર પડઘમ તેજ થયા છે. ભાજપ દ્વારા આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો છે. સરકારની સિદ્ધિઓ દર્શાવી ટેકનોલોજીના ઉપયોગ થી બુથ અને મતદાર સુધી કેમ પહોંચવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન કાર્યકરોને આપવામાં આવી રહ્યું છે. પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો આશાવાદ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ધારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ અને પ્રચાર તેજ બન્યો છે ત્યારે ભાજપ સીટ હાંસલ કરવા વિવિધ આગેવાનનો દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. ધારી વિધાનસભાની બેઠક કબજે કરવા ભાજપ દ્વારા આજે લીયોના રિસોર્ટ ધારી ખાતે એક કાર્યકર્તા બેઠક બોલાવી હતી. આ બેઠક કેમ કબજે કરવી તેનો સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવ્યું અને હાલના સમયમાં સરકારની સિદ્ધિઓ દર્શાવી ટેકનોલોજીના ઉપયોગથી બુથ અને મતદાર સુધી કેમ પહોંચવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા ભીખુભાઈ દલસાણીયા તેમજ શંકર ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, હું પહેલી વખત અમરેલી આવું છું એટલો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોઈને મને પૂરો વિશ્વાસ છે કે ભાજપને ચોક્કસથી આ સીટ પર વિજય મળશે, આ સાથે જ તેમણે પરેશ ધાનાણી ઉપર ટિપ્પણી કરતાં જણાવ્યું કે કોંગ્રેસના આ પ્રકારની આદત અને ટેવ પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તા માર્ગદર્શન સંમેલનમાં દિલીપ સંઘાણી ધનસુખ ભંડેરી જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેવી કાકડિયાની સુરતની ઘટનાનો પ્રત્યુત્તર આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે, કોંગ્રેસને આ પ્રકારના ખેલ કરવાની આદત પડી ગઈ છે. ભાજપનો વિજય નિશ્ચિત છે જેવી કાકડિયા જીતી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધારીની બેઠક કબજે કરવા ભાજપની મોટી ફોજ એડીચોટીનું જોર લગાવી રહી છે કાર્યકર્તાઓ બુથ સુધીના મતદાતા સુધી જવાનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ કરી કોઈપણ સંજોગોમાં આ સીટ હાસિલ કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે મતદારોનો મિજાજ કોના તરફે જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.