
અમરેલી જિલ્લામાં પાંચ દિવસ વાતાવરણ ચોખ્ખું રહેશે
અમરેલી, અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં કૃષિ હવામાન વિભાગે હવામાનની આગાહી કરી છે. અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન આંશિક ભેજવાળું અને આકાશ ચોખ્ખું રહેવાની શકયતા છે. મહત્તમ તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રે અને લઘુત્તમ તાપટ્વદ્બમાન ૧૬થી ૨૦ ડિગ્રી રહેવાની સંભાવનાં છે. તેમજ પવનની ગતી ૧૨ કિમી સુધી રહેવાની સંભાવના છે. પવનની દિશા પૂર્વ – ઇશાનથી પૂર્વ રહેવાની શકયતા છે.
તેમજ અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતો સલાહ આપી હતી કે, સજીવ, ગાય આધારિત, પ્રાકૃતિક, ઓર્ગેનિક ખેતી અપનાવી પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જમીન સુરક્ષા માટે યોગદાન આપવું જોઇએ. સજીવ ખેતી માટે વનસ્પતિજન્ય દવાઓ, જૈવિક જંતુનાશકો ( દા. ત. બ્યુવેરીયા બેસીયાના, બેસિલસ થુરેન્જીસ, મેટારીજીયમ), જૈવિક ફૂગનાશકો (ટ્રાયકોડર્માં, સ્યુડોમોનાસ), ફેરોમેન ટ્રેપ, પ્રકાશ પિંજર, જૈવિક ખાતરો, ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી વગેરે અપનાવી શકાય છે.
કાપણી કરેલ પાકોને સીધા માર્કેટ યાર્ડમાં વેચવાને બદલે તેનું મુલ્ય વર્ધન કરી વેચવામાં આવે તો વધુ આવક મેળવી શકાય છે. શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માટે ટ્રાયકોડર્મા પાઉડર એરંડીના ખોળ સાથે મિશ્ર કરી જમીનમાં આપવું જોઇએ.