હિન્દુ યુવકને લૂંટી બિભત્સ ચેનચાળા કરતા વાતાવરણ તંગ બની ગયું

ગુજરાત
ગુજરાત

વડોદરાના, વડોદરાના પાદરામાં નીકળેલા જૂલુસમાં મોડીરાત્રે બે કોમ વચ્ચે મોટી બબાલ થઈ હતી. વિધર્મીઓએ હિન્દુ સંગઠનના લોકોને ધમકી આપતા મામલો ગરમાયો હતો.લાગણી દુભાઈ દેવા શબ્દો વાપરી લઘુમતી કોમના લોકોએ ચેનચેળા કર્યા હતા. એટુલં જ નહિ, હિંદુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન લૂંટી લેવાઈ હતી. આમ, કોમી છમકલાથી પોલીસ દોડતી થઈ હતી. વડોદરાના પાદરામાં લઘુમતી લોકોના ચેનચાળા બાદ હિન્દુ સંગઠનના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું. જેમાં પોલીસે ૧૩ લોકો સામે ફરિયાદ નોંધી, તો ૪૦ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.

હાલ શહેરમાં વિસર્જન અને ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યાં પાદરા તાલુકામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો. પાદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું. પાદરામાં નીકળેલા જુલુસમાં હિન્દૂ એકતા સંગઠનના યુવકોને ધમકી આપી હિન્દૂ સંગઠનોની લાગણી દુભાય તેવા શબ્દો બોલવામાં આવ્યા હતા. લઘુમતી કોમના યુવકોએ બિભસ્ત અટકચડા કર્યા હતા. જેથી હિન્દૂ સંગઠનોએ મચાવ્યો ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી.

રાત્રિ દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી. અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતું. આ બાદ ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. કુલ ૨૨ લોકોની પોલીસે રાઉન્ડ અપ કરાયા હતા. તો ૪૦ લોકોના ટોળા સામે રાયોટિગની ફરિયાદ નોંધાઈ.

તો બીજી તરફ, વડોદરાના પાદરામાં જુલુસમાં તલવારબાજી કરતાં લોકોનો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં લોકોના હાથમાં તલવાર જોવા મળી. શહેરમાં નીકળેલ જુલુસમાં તલવાર બાજી કરતા લોકોનો વીડિયો સામે આવ્યા છે. જાહેરમાં ડીજેમાં નાચતા લોકોના હાથમાં તલવારો જોવા મળી. તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો લઇ લોકો નાચી રહ્યાં છે. ત્યારે પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જુલુસમાં તલવારબાજી કરનાર લોકો સામે જાહેરનામાની ભંગની ફરિયાદ નોંધાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.