ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો, અમદાવાદ એરપોર્ટ પર નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરાયું

ગુજરાત
ગુજરાત 86

અમદાવાદ એરપોર્ટ પર ૭૦૦ કિલો વજન ધરાવતા પ્રથમ જથ્થામાં ૨,૭૬,૦૦૦ કોરોના રસીના ડોઝ છે

આજે દેશના ૧૩ અલગ અલગ શહેરોમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો પહોંચ્યો જેમાંથી અમદાવાદ એરપોર્ટ આજે સવારે ૧૦.૪૫ કલાકે કોવીષિલ્ડ રસી આવી પહોંચી.

૭૦૦ કિલો વજન ધરાવતા પ્રથમ જથ્થામાં ૨,૭૬,૦૦૦ કોરોના રસીના ડોઝ છે. પૂનાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર થયું આગમન. આરોગ્ય વિભાગના ડોકટર – અધિકારીઓએ વેક્સિન ને કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ સાથે આવકાર્યું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર માટે ફ્લેગ ઓફ કર્યું. ગાંધીનગર ખાતે વિશેષ સ્ટોરેજ સેન્ટરમાં પોલીસ બંદોબસ્ત હેઠળ રખાશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.