ઉશ્કેરાયેલો યુવક યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી ભાગી ગયો

ગુજરાત
ગુજરાત

ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી ભાડે રહેવા આવ્યાં હતાં. જેઓ વચ્ચે આજે વહેલી સવારથી જ ઝઘડો થયો હતો. જે દરમિયાન બપોરના સમયે યુવકે યુવતીના ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી અને યુવક મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો.

ઘરમાં બંધક બનેલી અને ઘાયલ યુવતીએ બુમરાણ મચાવતાં આસપાસના રહીશો ટોળે વળ્યાં હતાં અને મકાન માલિકને આ અંગે જાણ કરી હતી. જેથી મકાન ખોલતાં જ બાથરૂમમાંથી ઘાયલ યુવતી ઢળી પડી નજરે ચઢી હતી જ્યાં પોળના રહીશોએ 108ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી.

યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં નડિયાદ સિવિલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી છે. આ અંગે ઉમરેઠ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આ અજાણ્યા યુવક યુવતી ક્યાંનાં છે તેની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.