બિહારમાં TET પરીક્ષા સ્થગિત, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખો

ગુજરાત
ગુજરાત

બિહાર TET (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની સુધારેલી નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. બિહાર TET પરીક્ષા 26 જૂનથી 28 જૂન વચ્ચે યોજાવાની હતી. બિહાર TET 2024 પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ ‘અનિવાર્ય સંજોગો’ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જ્યારે શિક્ષકો આ પાત્રતા કસોટી પાસ કરે છે ત્યારે જ નોકરી કરતા શિક્ષકોને રાજ્ય કર્મચારીનો દરજ્જો મળે છે. બિહારમાં, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક ઉમેદવારો માટે TET લેવામાં આવે છે.

બિહાર TET પરીક્ષા મુલતવી રાખવાનું કારણ દેશમાં ચાલી રહેલ UGC-NET અને NEET-UG પરીક્ષાઓના પેપર લીકનો વિવાદ પણ હોઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 20 જૂનના રોજ કહ્યું હતું કે UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી હતી કારણ કે પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું. CSIR-UGC-NETની પરીક્ષા 25 જૂનથી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. આ માટે NTA એ 21 જૂને એક સૂચના જારી કરી હતી, જેને ‘અનિવાર્ય સંજોગો’ને કારણે મોકૂફ રાખ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.