સુરેન્દ્રનગરના લખપતમાં ચોરોનો આતંક, છ દિવસમાં પાંચ જગ્યાઓએ ચોરી
સુરેન્દ્રનગરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થતાં જોવા મળ્યો છે જેમાં લખતરમાં તો ખાસ કરીને ચોરોનો ત્રાસ વધ્યો છે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે. જેમાં તાલુકામાં છ દિવસમાં પાંચ ઠેકાણે ચોરીના હનાવો બનતા ચકચાર મચી ગઈ છે. ચોરેએ વણા ગામ ખાતે પંચ ધાતુની મૂર્તિની ચોરી કરી હતી. આરોપીઓે જૈન દેરાસરમાંથી 620 વર્ષ જૂની મુર્તિની ચોરી કરી હતી. પ્રાથમિક ચપાસમાં આ ચોરો ફક્ત ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓએ તાલુકાના વણા ગામ ખાતે આવેલા જૈન દેરાસરની પંચધાતુની મૂર્તિ સાથે ભંડારમાંથી રોકડ રકમની પણ ચોરી કરી હતી. વણા ખાતે જૈન દેરાસર જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. અને તેમાંથી પંચધાતુની મુર્તિ ચોરાઈ જતા શ્રાવકોમાં રોષ ફેલાયો છે. જેમાં લખતર વાશુકીદાદા મંદિર, હનુમાનજી, કડુ હનુમાનજી મંદિર વગેરે મંદિરોમાં ચોરી થઈ છે. મંદિરોમાં ચોરીના બનાવો બનતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ચોરોએ છ દિવસની અંદર જ પાંચ ઠેકાણે ચોરી કરતા લોકો રોષે ભરાયા છે. તેમણે પોલીસને તાત્કાલિક ચોરોને પકડીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.