તલાટી પરીક્ષામાં ફરજ બજાવનાર કર્મીઓના મોબાઇલ બહાર રાખવામા આવશે
રાજ્યમા આગામી સમયમાં લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષામા સાડા 7 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓ દ્વારા સમંતીપત્ર ભરવામાં આવ્યા છે.ત્યારે પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાત દિવસ એક કરવામાં આવી રહ્યા છે.ત્યારે પરીક્ષા સ્થળ ઉપર ફરજ બજાવનાર કર્મચારીઓનો ફોન સહિતનો સામાન લોકરમાં મુકવામાં આવશે.પરીક્ષા કેન્દ્ર ઉપર ફરજ બજાવનાર કર્મચારીઓના ફોન બહાર રાખવામાં આવશે.આ સિવાય કર્મચારીઓના સામાનની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે.પરીક્ષાર્થીઓના બુટ વર્ગખંડની બહાર કઢાવવામાં આવશે.જ્યારે પરીક્ષાર્થી વર્ગખંડની અંદર માત્ર બોલપેન,હોલટીકીટ અને પોતાનુ ઓળખકાર્ડ લઇ જઇ શકશે.પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે કર્મચારીઓને મોબાઇલ રૂમમાં લઈ જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.