
તલાટી પરિક્ષાને લઈ રાજકોટ એસ.ટી વિભાગ વધારાની બસો મૂકશે
રાજયમાં આગામી તા.7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવવાની છે.જેમાં રાજકોટ સહિત રાજયભરનાં જુદા-જુદા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે.ત્યારે આ પરીક્ષામાં 8.50 લાખથી વધુ ઉમેદવારો બેસવાના છે ત્યારે આ ઉમેદવારોને પરીક્ષાસ્થળ સુધી આવવા-જવા માટે એસ.ટી. નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.જેમાં રાજકોટ વિભાગ દ્વારા 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડવવામાં આવશે અને આ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.આ પરીક્ષા અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી 70 હજાર જેટલા ઉમેદવારો અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જશે.જયારે બહારનાં જિલ્લાનાં 70 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ આવવાના છે.ત્યારે પરીક્ષાર્થીઓ એડવાન્સ ઓનલાઈન એકસ્ટ્રા બસ બુકીંગ કરાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય રાજ્યમાં નિગમની મધ્યસ્થ કચેરી તેમજ 16 વિભાગો ખાતે 24*7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવનાર છે.