
સુરત: ડીંડોલી વિસ્તારમાં એકાએક કારમાં આગ લાગતા અફરાતફરી
સુરતમાં રોડ પર દોડતા વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. ત્યારે નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલાસ ચિંતા ચોક પાસેની આરાધના સોસાયટીની બહાર પાર્ક કરેલી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે આગમાં બળીને કાર ખાક થઈ હતી.
નવાગામ ડિંડોલી ચિંતા ચોક પાસેની ઘટના સામે આવી હતી.આરાધના સોસાયટીની બહાર પાર્કિંગમાં મુકવામાં આવેલી ફોરવીલ ગાડીમાં લાગી હતી. આગ લગતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો હતો. આગ બોલેરો પીકઅપ ગાડીમાં લાગી હતી. આ આગમાં સંપૂર્ણ ગાડી બળીને ખાક થઇ ગઈ હતી. આગ ક્યા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ નહોતી.