સુરતના ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ પડ્યો

ગુજરાત
ગુજરાત

અરબી સમુદ્રના સરકયુલેશનની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતના 129 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો છે. જેમાં ઠેર-ઠેર 0.5 થી 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચ વરસાદ પડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાના પારડી અને નવસારીના ખગ્રામમાં ચાર-ચાર ઇંચ,કપરાડા અને ઉંમરગામમાં 3.5 ઇંચ,સુરતના મહુવામાં 3.5 ઇંચ પલસાણામાં 3,વાપી,નવસારી,ચિખલીમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ડાંગના વઘઈ,નવસારીના જબાલપોર,ડાંગ તથા વલસાડના ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કામરેજ,વાંસદા,ગણદેવી,વ્યારા,સુરત તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. સબુરી,વાલોદ,ડોલવાણ અને સોનગઢમાં પણ બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.