સુરતમાં છેલ્લા 7 દિવસમાં રોજ સરેરાશ 242 કેસ, 10ના મોત અને 298 રિકવર, કેસ અને મોતમાં ઘટાડો

ગુજરાત
Coronavirus
ગુજરાત

શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15 હજારને પાર કરી 15,362 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 668 થયો છે. જ્યારે કોરોનાને મ્હાત આપી કુલ 11, 457 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસ અને મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાના છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં રોજ સરેરાશ 282 કેસનો વધારો થઈ રહ્યો હતો. ત્યારબાદ શહેર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં રોજ સરેરાશ 242 કેસનો વધારો થયો છે. આ સાથે શહેર જિલ્લામાં રોજ સરેરાશ 10 કોરોના દર્દીના મોત નોંધાયા છે. જ્યારે શહેર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં સરેરાશ રોજ 298 કોરોના દર્દી રિકવર થતા રજા આપવામાં આવી છે.

શહેર જિલ્લામાં 1 ઓગસ્ટના રોજ 3737 એક્ટિવ કેસ હતા. જે છેલ્લા સાત દિવસમાં 500 એક્ટિવ કેસનો ઘટાડો નોંધાયો છે. હાલ શહેર જિલ્લામાં 3237 એક્ટિવ કેસ છે. જેમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 256 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 668 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 221 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 159 દર્દીની હાલત ગંભીર છે. 13 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 125 દર્દી ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 124 કોરોનાના દર્દી પૈકી 97 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 59 દર્દીઓ ઓક્સિજન પર છે.

સુરતમાં જૂન-જુલાઈ મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવી સુરત દોડી આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી પણ બેવાર મુલાકાત કરી બેઠક યોજી ચૂક્યા છે. આ દરમિયાન સુરત શહેરમાં અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવામાં આવેલા મોડેલને લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં ધન્વંતરી રથથી લઈને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા સુધીની કામગીરી કરવામાં આવી હતી. જેના પગલે ઓગસ્ટના છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસ અને મોતમાં ઘટાડા સાથે રિકવરીમાં વધારો થઈ રહ્યો છે. જેથી કહીં શકાય કે, અમદાવાદ મોડેલનો સુરતમાં અમલ કારગત નિવડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.