
સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ચોથા માળેથી 4 વર્ષીય બાળકી નીચે પટકાતા મોત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યું છે. અંકિતા નામની બાળકી ઘરના ગેલેરીમાં રમી રહી હતી. બાળકીના માતા-પિતા ઘરકામમાં વ્યસ્ત હતા. બાળકી રમતા રમતા નીચે પટકાતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ છે. ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ડીંડોલી નવાગામ ખાતે રહેતા રાહુલ મોર્યા જાહેરાતની કંપનીમાં નોકરી કરે છે. પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. રાહુલ મોર્યાની 4 વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરના ચોથા માળે રમી રહી હતી. માતા બીમાર હોવાથી ઊંઘતા હતા. પતિ ઘરના કામમાં વ્યસ્ત હતો. બાળકી રમતા રમતા ચોથા માળેથી પટકાઈ ગઈ હતી. પિતા બાળકીનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.