માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાની સજાના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી

ગુજરાત
ગુજરાત

માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે ગુજરાત સરકારે માસ્ક પહેવાની અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની કેન્દ્ર સરકારની કોવિડ-19ને લઈને જે ગાઈડલાઈન છે તેનું બરાબર પાલન કરાવવું જોઈએ.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-19 પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોના ગાઇડલાઈનનું રાજ્ય સરકાર સખતાઈથી પાલન કરાવે. ચાર સપ્તાહમાં કાઉન્ટર જવાબ રજૂ કરવા આદેશપણ કર્યો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 4થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

કોમ્યુનિટી સર્વિસ શું આ એક વાક્ય છે અથવા સજા અથવા બદનક્ષી કે સુધારણા કાર્યક્રમ છે? કોમ્યુનિટી સર્વિસ એટલે સમુદાય સેવા, એના સાચા અર્થમાં સજા નથી, પરંતુ એ એક પ્રકારનો બદલો છે. ક્રિસ્ટોફર બ્રાઇટ દ્વારા તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજમાં જેલ ફેલોશિપ ઇન્ટરનેશનલ, સમુદાયનો ખ્યાલ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યો છે. જે મુજબ “બેકરે નીચે મુજબની દરખાસ્ત કરી છે (અથવા વિવિધતા) ફેરફાર માટે એક વ્યાખ્યા જણાવી છે, જે મુજબ ક્રિયા ગુનેગાર દ્વારા સારી ખોટ સહન કરવા માટે ભોગ.” પ્રશ્ન થાય છે કે શું સમુદાય સાચે જ પીડિત છે અને જો એમ હોય તો, શું સમુદાય સેવા ખરેખર સારી બનાવે છે. પીડિત કોણ છે- વ્યક્તિગત અથવા સમુદાય એ પ્રકાર નક્કી કરવામાં આવે છે. પુનરાવર્તિત મંજૂરી વિશિષ્ટ સમુદાય આ રીતે વળતરની સેવા અટકાવવામાં મદદ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.