
ઉનાળાની શરૂઆત થતાં માટલાના વેચાણમાં વધારો જોવા મળ્યો
ગરમીમાં તડકો દેશમાં પથરાઈ જતો હતો.પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ફાગણની શરૂઆતથી આગઝરતી ગરમી શરૂ થઈ ગઈ છે તેવા સમયે ગરમીથી રાહત મેળવવા અને આરોગ્યને ધ્યાને લઈ શહેરીજનો માટલાની ખરીદી કરવા જોવા મળી રહ્યા છે.જેમાં માર્ચ મહિનાની શરૂઆતથી શહેરના તાપમાનમાં વધારો થયો છે.જેમાં કારણે ઠેરઠેર કાળી માટીના ગેરૂ ચડાવેલા લાલ રંગના તેમજ સફેદ માટલાઓ નજરે પડી રહ્યા છે.જેમાં મોટાભાગના મધ્યમવર્ગના લોકોના ઘરોમાં ફ્રીજ હોય છે.પરંતુ ફ્રીજના ઠંડા પાણીના કારણે થતાં નુકસાન અને માટીના ઘડામાં શીતળ થયેલા પાણીના ફાયદાને લોકો સમજી રહ્યા છે.જેના કારણે બજારમાં લાલ અને સફેદ માટલાઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.ત્યારે બજારમાં રૂ.120 થી 450ની કિંમતના માટલા મળી રહ્યા છે.જેમાં કાળી માટીને 900 ડિગ્રીથી વધુ તાપમાને તપાવતા તે આપમેળે સફેદ રંગના બની જાય છે.જેથી સફેદ રંગના માટલા પણ ગ્રાહકોના મનપસંદ જોવા મળી રહ્યા છે.આ સિવાય પક્ષીઓ માટે માટીના પાણીના કુંડા,ચકલીઘર,દહીં,જમા વવાના વાસણ,કુલ્હડ સહિતની અન્ય માટીની વસ્તુઓનું વેચાણ પણ ઉનાળામાં વધુ થાય છે.