સુરતમાં વિચિત્ર બનાવ! પતિ નાસ્તો ન કર્યો તો પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

ગુજરાત
ગુજરાત

સુરતમાં આત્મહત્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીવન ટૂંકાવવાના આ કારણથી સુરત પોલીસને પણ વિચારતી કરી દીધી છે.સુરતમાં આ ઘટના સહીત મહિલોઓ દ્વારા જીવ ટૂંકાવી નાખવાની કુલ ત્રણ ઘટનાઓ પોલીસ સમક્ષ આવી છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યંત નજીવી બાબતે મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં સામે આવી છે. સુરતના લિંબાયતમાં પતિ ઘરેથી નાસ્તો કર્યા વગર કામ ઉપર નીકળી જતાં માઠું લગતા પત્નીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.

સૂત્રો અનુસાર આત્મહત્યાના બનાવોમાં અન્ય હકીકતો પણ તપાસમાં આવી રહી છે કે મૃતક મહિલા ડિપ્રેશનનો શિકાર હતી. અત્યંત સામાન્ય પરિવારમાં 28 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા કલ્પાંતના દ્રશ્ય જોવા મળ્યા હતા. સુરતમાં આત્મહત્યાના કુલ  3 બનાવ પોલીસ સામે આવ્યા છે. પોલીસે ઘટના પાછળના અપાયેલા કારણની ખરાઈ સહીતના પાસાઓની તપાસ હાથ ધરી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ડ્રાઇવર સાથે મૃતયુક યુવતીના લગ્ન થયા હતા. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા વ્યક્તિની પત્નીએ લગ્ન જીવનના માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા પણ નકારવામાં આવી રહી નથી.

મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુર્યદર્શન રો હાઉસ સોસાયટી ખાતે રહેતા શ્રેયશ પટેલ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. શ્રેયશ પટેલ સાથે  ઓલપાડની રહેવાસી 28 વર્ષીય યુવતીના લગ્ન થયા હતા. 2 વર્ષના લગ્નજીવન બાદ પરિવારમાંથી માઠાં સમાચાર આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.