ધો.12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1લી જુલાઈથી શરૂ થશે, હાલની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવાશે

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મીડિયાને સંબોધન કરીને જણાવ્યું હતું કે, ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે. જે બાદ હાલની પદ્ધતિથી જ બોર્ડની પરીક્ષા લેવાશે તેવો નિર્ણય લેવાયો છે. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી શરુ થશે, 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જણાવ્યું હતું કે ફી પરત આપવા માટે કોઈ નિર્ણય લેવાયો નથી.અનેક લોકોની રજૂઆત આવે છે કે વિદ્યાર્થીઓની પરિક્ષા ફી પરત આપવામાં આવે પરંતુ હજુ સુધી રીપીટર વિદ્યાર્થિઓની પરીક્ષા બાકી છે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી જેથી રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માટે નિર્ણય લેવાયો નથી.

માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાઈ શકે છે.

​​​​​​​રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.