ધો.12 સાયન્સનું વડોદરા જિલ્લાનું પરીણામ 69.03 ટકા આવ્યુ
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમા વડોદરાનું પરીણામ 69.03 ટકા આવ્યું છે. જેમા વડોદરાના 6 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ મેળવ્યો છે.આમ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 માટે ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ,2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી.આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.2021માં ધો.12 સાયન્સમા 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમા બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર 100 ટકા પરિણામ જાહેર થયું હતુ.જેમાં 3245 વિદ્યાર્થીએ એ 1 ગ્રેડ મેળવ્યો છે,જ્યારે 15,284 વિદ્યાર્થીએ એ 2 ગ્રેડ મેળવ્યો છે.એ ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે,જ્યારે બી ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.