ધો.12 સાયન્સનું અમદાવાદ જિલ્લાનું પરિણામ 72.37 ટકા આવ્યુ
ધો.12 સાયન્સમાં જિલ્લાવાર પરિણામમાં અમદાવાદ જિલ્લાનું 72.37 ટકા પરિણામ રહ્યુ છે.ત્યારે અમદાવાદ શહેરમાં 5 અને ગ્રામ્યમાં 15 સહિત જિલ્લામાં 20 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મળ્યો છે.આ વર્ષે પણ એ-1 ગ્રેડ વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લો રાજ્યામાં પ્રથમ રહ્યો છે.અમદાવાદ શહેરમાં 6972 વિદ્યાર્થીમાંથી 2059 વિદ્યાર્થી નાપાસ થતા શહેરનું 70.80 અને ગ્રામ્યમાં 4923માંથી 1227 નાપાસ થતા 75.38 ટકા પરિણામ રહ્યુ છે.આમ 2020ના પરિણામમાં અમદાવાદ શહેરનું 74.58 ટકા અને ગ્રામ્યનું 77.91 ટકા પરિણામ રહ્યુ હતું.જેમા શહેર-ગ્રામ્ય બંનેમાં 1-1 જ વિદ્યાર્થીને એ-1 ગ્રેડ હતો.સુરત જિલ્લામાં સૌથી વધુ 42,અમદાવાદમા 20,રાજકોટમાં 17,નવસારીમા 15,મોરબીમાં 15 અને ભાવનગરમાં 11 વિદ્યાર્થી એ-1 ગ્રેડ ધરાવતા છે.