ધો.12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

ગુજરાત
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂલાઈ-2022માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના પરિણામ આજે સવારના બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વિજ્ઞાન પ્રવાહનું 29.29 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 14,039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા,જે પૈકી 12,250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 3588 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.જેમાં એ ગ્રુપમાં વિદ્યાર્થીઓનું પરિણામ 32.54 ટકા જયારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 33.02 ટકા આવ્યું છે.એ ગ્રુપમાં 600 વિદ્યાર્થીઓ અને 139 વિદ્યાર્થીનીઓ ઉતીર્ણ થયેલ છે.જયારે બી ગ્રુપનું વિદ્યાર્થીઓનું 27.89 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 29.04 ટકા પરિણામ આવ્યું છે.આ સિવાય બી ગ્રુપમાં 1213 વિદ્યાર્થીઓ જ્યારે 1636 વિદ્યાર્થીનીઓ ઉતીર્ણ થઈ છે.આમ એબી ગ્રુપનું પરિણામ 0 ટકા રહ્યું છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી ઉતીર્ણ થનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે.જયારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રાજયમાં 41,167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જે પૈકીના 37,457 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.જેમાંથી 23,494 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા રહ્યું છે.જેમાં 29 દિવ્યાંગ વિદ્યાર્થીઓ 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી ઉતીર્ણ થયા છે.સામાન્ય પ્રવાહમાં પ્રવાહવાર પરિણામ મુજબ જનરલ પ્રવાહનું વિદ્યાર્થીઓનું 58.46 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 68.93 ટકા પરિણામ આવ્યું છે.આમ 24,690 માંથી 22,763 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 13,398 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ સિવાય 16,192 વિદ્યાર્થીનીઓમાંથી 14,453 વિદ્યાર્થીનીઓએ જનરલ પ્રવાહમાં પરીક્ષા આપી હતી.જેમાંથી 9962 વિદ્યાર્થીનીઓ ઉતીર્ણ થયા છે.જ્યારે વિદ્યાર્થીઓનું વ્યવસાયલક્ષી પ્રવાહનું 37.21 ટકા અને ઉ.ઉ.બુ. પ્રવાહનું 60 ટકા પરિણામ આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.