ભારે વરસાદની આગાહીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયું

ગુજરાત
ગુજરાત

ગુજરાતમા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં હવામાન વિભાગે બુધવારે વલસાડ-દમણ,ગુરુવારે ડાંગ,નવસારી,વલસાડ,દમણ,શુક્રવારે ડાંગ,નવસારી,વલસાડ,દમણ,અમરેલી,ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડએલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત ખેડા,આણંદ,પંચમહાલ,દાહોદ,વડોદરા,જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી,સુરત અને ભરૂચનો સમાવેશ થાય છે.આમ ગુજરાતમા સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.