વિશ્વ પર્યાવરણ દિનની રાજય કક્ષાની ઉજવણી અંબાજીમાં કરવામા આવશે

ગુજરાત
ગુજરાત

આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વન કવચ થીમ પર અંબાજી ખાતે કરવામાં આવશે.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે કાર્યક્રમ યોજાશે.આ ઉજવણીમાં અમદાવાદ,આણંદ,કચ્છ,જામનગર,દ્વારકા,નવસારી,ભરૂચ,ભાવનગર,મોરબી,વલસાડ અને સુરત સહિતના 11 જિલ્લાઓમાં મીસથી કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.આ સિવાય ગીર સોમનાથ,જૂનાગઢ,દ્વારકા,નડિયાદ,પંચમહાલ,બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના 8 જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.ઓખા,પોશિત્રા, કાળુભાર,જામનગર અને નવલખી સહિતના પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનુ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણી પ્રસંગે સંસદસભ્યઓ, ધારાસભ્યો,સ્થાનિક મહાનુભાવો,વિવિધ એનજીઓ,માછીમારો સહિત સ્વયંસેવકો પણ સહભાગી થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.