રાજયમાં નવી બે ખાનગી મેડીકલ કોલેજોને મંજૂરી અપાઈ
રાજયમાં કલોલની નવી બે ખાનગી મેડીકલ કોલેજને મંજૂરી મળતા મેડીકલની 300 બેઠકોનો વધારો થવા પામ્યો છે.ત્યારે આગામી દિવસોમા નીટનુ પરિણામ જાહેર થયા બાદ મેડીકલની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જે નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલ પ્રવેશ સમિતી દ્વારા પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.આમ મેડીકલમાં પ્રવેશ માટે ઓવરઓલ 6400 બેઠકો ઉપલબ્ધ છે.ત્યારે નેશનલ મેડીકલ કમીશન દ્વારા ચાલુ વર્ષે રાજયમાં બે નવી ખાનગી મેડીકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આ બન્ને કોલેજોમાં 150 પ્રમાણે 300 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયામાં આ બન્ને કોલેજોની બેઠકોને સામેલ કરી દેવામાં આવશે.