
ગુજરાત રાજ્યમાં સીંગતેલના ડબ્બે રૂ.60નો વધારો કરવામાં આવ્યો
રાજ્યમાં ફરીએકવાર સીંગતેલના ભાવ વધી ગયા છે.જેના કારણે ગૃહીણીમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમના બજેટ પર તેની વિપરીત અસરો પડી રહી છે. આમ સીંગતેલના ભાવમાં વધારો થતા ડબ્બો ફરી રૂ.3000ની નજીક પહોંચી ગયો છે.જેમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે,ત્યારે સીંગતેલમાં 10 દિવસમાં ડબ્બે રૂ.60નો વધારો કરી દેવામાં આવ્યો છે.આમ સીંગતેલમાં ભાવ વધતા નવો ભાવ રૂ.2950 થયો છે.જેમાં કપાસિયા,પામોલીન તેલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.જેમાં કપાસિયાનો ડબ્બો રૂ.1810 જ્યારે પામોલિનનો ડબ્બો રૂ.1545 છે.જેમાં સતત વધી રહેલા ભાવનું કારણ સંગ્રહખોરી તેમજ સટ્ટાબજાર જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.