રાજ્યમાં ફરી એકવાર ઠંડી વધવાની આગાહી કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં બે દિવસ ઠંડીથી રાહત વચ્ચે ફરી એકવાર કડકડતી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં પવનની દિશા બદલાઈ જતા ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન ફરી નીચું જશે અને કડકડતી ઠંડી પડશે.રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને તેનાથી ઠંડી પડવાની શક્યતા જોવા મળી રહી છે.આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.ત્યારે કેટલાક શહેરોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.રાજ્યમા આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળશે.આ પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. અત્યારે રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાંઇ રહ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.