
રાજ્યમાં મોરબી ખાતે પ્રથમવાર આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરાશે
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને નાથવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.જે પાયલોટ પ્રોજેક્ટ તરીકેથી ગત 20 જાન્યુઆરીથી મોરબીની શ્રી યદુનંદર ગૌ સેવા ટ્રસ્ટ ખાતે 50 જેટલા આખલા તેમજ વાછરડાનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ કરવામાં આવ્યું હતું.આમ રાજ્યમાં વર્તમાનમાં 460 જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે.આ સિવાય ગામે-ગામે પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા માટે રાજ્યમાં વધુ નવા 127 ફરતા પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.ત્યારે આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં.જેમાં રાહદારીઓને ઢોરોના કારણે થતા અકસ્માત નિવારવા સરકાર દ્વારા લોકહિતમાં ખસીકરણનો નિર્ણય લેવાયો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.જેમાં રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો,માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે તેમણે મોરબી ખાતેથી શરૂ થયેલી ખસીકરણ ઝુંબેશને વ્યાપક તેમજ સફળ બનાવવા માટે ગૌશાળાઓ,વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ સહિત નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી.જેમાં સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં આખલાની સંખ્યા અંદાજે 50 હજાર છે ત્યારે તેના ખસીકરણ માટે પ્રાથમિક ધોરણે સરકારે રૂ.50 લાખનું બજેટ ફાળવ્યું છે.જેમાં રાજ્યની આઠ મહાનગરપાલીકા વિસ્તાર તેમજ જિલ્લા પંચાયતમાં આખલાઓના ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.