રાજ્ય સરકારે એડવાન્સ ટેક્ષ ભરનારાઓ માટે જાહેરાત કરી

ગુજરાત
ગુજરાત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓના ટેક્ષને લઈને મહત્વની જાહેરાત કરી છે.જેમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઈ કરવા બાબતે મોટી રાહત આપવાના બે નિર્ણય કર્યા છે.જેમાં તેઓએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાંભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ વેરા ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરી છે.જે વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના હેતુથી જનહિત માટે મુખ્યમંત્રીએ બે મહત્વના નિર્ણયો કર્યા છે.જેના હેઠળ નાગરિકોને વેરામાં રાહત મળવાની સાથો-સાથ નગરપાલિકાઓને ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપનમાં પણ મદદ મળશે.જેમાં ૩૦ જૂન 2023 સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને 10 ટકા રિબેટ મળવાપાત્ર થશે.જે અતર્ગત જે કરદાતા તેમની મિલકત પરના બાકીવેરા તા.31 માર્ચ 2023 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને નોટિસ ફી વ્યાજ પેનલ્ટી અને વોરંટ ફીમાંથી 100 ટકા માફી આપવામાં આવશે અને વર્ષ 2023-24ના વેરાની રકમ ૩૦ જૂન 2023 સુધીમાં એડવાન્સ વેરા ભરનારા કરદાતાને 10 ટકા રિબેટ મળવાપાત્ર થશે.આ ઉપરાંત જે કરદાતા ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરે છે તેવા કરદાતાને વધારાનું 5 ટકા રિબેટ મળવાપાત્ર રહેશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.