રાજય સરકારની ભરતીમાં એક વર્ષની ઉંમરમર્યાદામાં છુટછાટ જાહેર કરવામાં આવી

ગુજરાત
ગુજરાત 33

રાજયમાં કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી સરકારી ભરતીઓમાં જે વિલંબ સર્જાયો હતો. જેના કારણે અનેક લાયક ઉમેદવારો ફકત ઉંમરના જે નિયમો હતા તેને વટાવી જતા નવી ભરતીમાં તેઓ અરજી કરી શકે તેમ નથી તે જોતા રાજય સરકારે તેના કિસ્સામાં તા.1-9-2021 થી તા.31-8-2022 સુધી સમયમાં રાજય સરકાર દ્વારા જે સીધી ભરતી કરવામાં આવશે તેમાં તમામ પ્રકારના વર્ગોના ઉમેદવારો માટેની ઉંમરમર્યાદા એક વર્ષ વધારી દેવામાં આવી છે. જેમાં કોઇપણ ભરતીમાં 30 વર્ષની ઉંમરમર્યાદા હોય તો તા.31-8-2022 સુધીમાં ભરતીમાં તે 31 વર્ષની મર્યાદા ગણાશે. મહિલાઓને જે ભરતીમાં પાંચ વર્ષની છુટછાટ અપાય છે તે યથાવત રહી છે. મહિલાઓ 45 વર્ષની જે લાયકાત ચોકકસ ભરતીમાં મળે તે યથાવત રહે છે. અન્ય ભરતીમાં જે કંઇ મહિલાઓને એક વર્ષનો વધારાનો લાભ ચોકકસપણે મળશે. આ લાભ જનરલ કેટેગરી,ઓબીસી,એસ.ટી,દિવ્યાંગ અને બીનઅનામત વર્ગ માટે જે ભરતી થવાની છે તેમાં લાગુ થશે. જોકે તે એક વર્ષ માટે જ મર્યાદિત છે. આજે કેબીનેટમાં ભુપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેટની પરીક્ષાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે જયાં સુધી નવી પધ્ધતિ અમલી ન બને ત્યાં સુધી ટેટની પરીક્ષાની સમયમર્યાદા વધારવામાં આવે છે. આ દરમ્યાન સરકાર દ્વારા આગામી સમયમાં 3300 જેટલી નવી જગ્યા ઉભી કરવામાં આવશે અને આ જગ્યા પર ઝડપથી ભરતી થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.