
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે આઈ.એ.એસ અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે.ત્યારે આગામી નવા મુખ્ય સચિવ કોણ હશે તે ચર્ચાઓનો વર્તમાનમાં અંત આવ્યો છે.ત્યારે ગુજરાતના મુખ્ય સચિવની નિયુક્તિ કરી દેવામાં આવી છે.જેમાં 1987 બેચના આઈ.એ.એસ અધિકારી રાજકુમારની રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.જેમાં રાજકુમાર વર્તમાનમાં ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ પર છે.31 જાન્યુઆરીએ તેઓ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે.જેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે.જેમાં તેમણે આઈ.આઈ.ટી કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે.આ સિવાય જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.આ અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ત્રણ નામો ચર્ચામાં હતાં.જેમાં ખેતી પશુપાલન વિભાગના અધિક સચિવ મુકેશ પુરી,ગૃહ વિભાગના અધિક સચિવ રાજકુમાર અને કેન્દ્ર સરકારમાં વર્તમાનમા ડેપ્યુટેશન પર રહેલા એસ.અપર્ણાનું નામ ગુજરાતના મુખ્ય સચિવને રેસમાં હતું.