વિધાનસભાના સત્ર પહેલા ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર પહેલા ભાજપની બેઠક મળી હતી,જેમાં પાર્ટીના તમામ ધારાસભ્યોએ હાજરી આપી હતી.આ બેઠકમાં કોંગ્રેસ પક્ષની રણીનીતિ સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા થઈ હતી.આમ આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવાનું છે જે ગુજરાતની 14મી વિધાનસભાનું અંતિમ સત્ર હશે.વર્ષના અંતે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ અંતિમ સત્ર હશે. જેમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારી કરી લીધી છે.વિધાનસભામાં આજે બપોરે 12:00 કલાકે સત્રની પ્રથમ બેઠક શરૂ થઈ છે.જેમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે અને એક કલાક સુધી ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.