રાજયમાં નવી 1500 ગ્રામ્ય પંચાયતોની રચનાની તૈયારી કરવામાં આવી

ગુજરાત
ગુજરાત 35

ગુજરાતમાં ગાંધીનગર મહાપાલિકાની ચુંટણી જીત્યા બાદ ભારતીય જનતા પક્ષે હવે તેના માટે મોટા પડકાર જેવા ગ્રામીણ વિસ્તારોમાં 2022ની ધારાસભા ચૂંટણી પુર્વે રાજયમાં 1500 નવી ગ્રામ્ય પંચાયતની રચના કરીને ત્યાં વિકાસ કામોના આધારે સ્થાનિક મતદારોને જીતવાનો વ્યુહ તૈયાર કર્યો છે. આ એક ખૂબ મહત્વનું કદમ થઈ શકે છે અને ડિસેમ્બર માસમાં રાજયની 10,000થી વધુ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી છે તે પુર્વે આ અંગેનું એક નોટીફીકેશન બહાર પડી જાય તેવી શકયતા છે. રાજય સરકાર પંચાયતોના બાયરફરગેશનથી નવી 1500 પંચાયતો બનાવવા જઈ રહી છે અને આ માટે જે ગ્રામ્ય પંચાયતો મોટી છે તથા તેની આસપાસ નાના ગામ છે તેનું વિભાજન કરવામાં આવશે. શહેરી ક્ષેત્ર ભાજપનો મજબૂત ગઢ છે પણ સરકાર તેને ગ્રામીણ ક્ષેત્રમાંથી મળી શકે તેમ છે જયાં કોંગ્રેસ પક્ષ અને હવે આમ આદમી પાર્ટી બંને પોતાની વગ વધારવા માટે પ્રવાસ કરે છે. રાજયના 18,000 ગામડાઓને આવરી લેતી 14,300 જેટલી પંચાયતો છે અને તેઓ 10,300 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. જોકે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી અને મોટાભાગે તે શાસક પક્ષ સમરસ એટલે કે પોતાની તરફેણમાં બીનહરીફ થાય તેવી મુક્તિ કરે છે પણ પંચાયતોમાં પોતાના પ્રતિનિધિ હોય તે નિશ્ચિત કરે છે. ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગે નવી 1500 પંચાયતોની બ્લુપ્રિન્ટ બનાવી લીધી છે અને મોટી પંચાયતોનું વિભાજન માટેનો ઠરાવ વિ. જીલ્લા પંચાયત કક્ષાએ થશે. આ માટે હાલ પંચાયત બાબતોના મંત્રી બ્રિજેશ મેરજા ખાસ કવાયત કરી રહ્યા છે અને ટુંક સમયમાં આ અંગેનું એક નોટીફીકેશન પણ બહાર પડી જશે. ભાજપે તેના નબળા પોકેટને પારખીને આદીવાસી ક્ષેત્રમાં 93 તાલુકાઓ છે ત્યાં આ વિભાજન પ્રક્રિયા નિશ્ર્ચિત કરી છે અને એકવખત પંચાયતોનું વિભાજન થાય પછી ત્યાં વિકાસ ગ્રાન્ટ ફાળવાશે જે રૂા.1 કરોડ સુધીની હોઈ શકે છે અને આ રીતે તે ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપ તેની પકકડ મજબૂત બનાવશે. ભાજપે આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.