આજથી શ્રાવણ માસ નો પ્રારંભ : સોમવાર થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તો માં અદમ્ય ઉત્સાહ

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવ નો નાદ ગુજી ઉઠશે

શ્રાવણ માસ દરમિયાન શિવજીની વિશેષ પૂજા અર્ચનાના કરવામાં આવતી હોય છે: દેવોના દેવ મહાદેવ એવા ભગવાન ભોળાનાથ ની પૂજા ભક્તિ સાથે શિવ આરાધના કરવાના અને વ્રતો ઉત્સવનો પાવનકારી એવો શ્રાવણ માસનો આજથી મંગળ પ્રારંભ થઈ રહ્યો છે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ સોમવારથી જ શરૂ થતા શિવ ભક્તોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આ વર્ષે ઘણા વર્ષો બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવતા શિવભક્તો ને આ વર્ષ વિશેષ લાભ મળી રહેશે

આજ થી બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયો માં વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠશે શિવાલયમાં ભાવિકો દ્વારા બીલીપત્ર ચઢાવવાની તથા પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં ઉમટી પડશે અને શ્રાવણ માસ દરમિયાન એકટાણું ઉપવાસ સાથે શિવ આરાધનામાં તલ્લીન થઈ જશે શ્રાવણ માસમાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળો પર શ્રાવણ માસના મેળાઓ પણ ભરાતા હોય છે

જિલ્લાભરમાં આવેલા વિવિધ પ્રાચીન અને અર્વાચીન શિવાલયો ના પૂજારીઓ મહંતો દ્વારા શ્રાવણ માસમાં શિવ ભક્તિ નું આયોજન કર્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં આખું ગામ ભેળું થઈ શિવજીની પૂજા કરવામાં આવતી હોય છે જેને લઇ આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની લઇ સમગ્ર માસ દરમિયાન ધાર્મિક માહોલ રચાશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયો: અરવલ્લીની ગીરીમાળામાં અને રણનીકાધી એ આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે જેમાં પાલનપુર માં પાતાળેશ્વર મહાદેવ આરાસુરીની ગિરિમાળામાં આવેલા બાલારામ મહાદેવ, બાજોઠીયા મહાદેવ હર ગંગેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ મુક્તેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવ આ ઉપરાંત વાવ તાલુકામાં કપિલેશ્વર મહાદેવ મૂળેશ્વર મહાદેવ ડીસામાં રસાણા ખાતે આવેલા શિવધામ , રીસાલેશ્વર મહાદેવ સહિત અનેક ગામોમાં પૌરાણિક મંદિરો આવેલા છે.

શ્રાવણ માસ દરમિયાન વ્રતો અને તહેવારોની મોસમ ખીલી ઉઠશે: શ્રાવણ માસમાં દશામાના વ્રતની શરૂઆત ની સાથે જીવંતીકા માતા વ્રત એવરત જીવરત વ્રત સોળ સોમવારનું વ્રત સહિત રક્ષાબંધન બોળચોથ નાગપાંચમ રાધનપુર શીતળા સાતમ જન્માષ્ટમી જેવા અનેક તહેવારો પણ શ્રાવણ માસ દરમિયાન આવતા હોય છે.

શ્રાવણ માસમાં ઉપવાસ કેમ કરવામાં આવે છે: આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ શ્રાવણ માસ માં ઉપવાસ નું ખૂબ જ મહત્વ રહેલું છે વરસાદના સમયમાં પાચનશક્તિ ખૂબ શુસ્ક હોય છે જેથી સ્વાસ્થ્ય સારું જળવાય તે માટે ઉપવાસ કરવામાં આવતો હોય છે ત્યારે શિવની ભક્તિ સાથે ઉપવાસ કરી સ્વાસ્થ્ય પણ સારું રહે તેવા શીશ ના આશીર્વાદ મળતા હોય છે.

શ્રાવણ માસમાં શિવજીની પૂજા જ કેમ કરવામાં આવે છે: શ્રાવણ માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાતુર્માસ ને પગલે શયનનિદ્રા માં હોય છે જેથી પૃથ્વીનું સંચાલન ભગવાન શિવ કરતા હોય છે અને આ માસ દરમિયાન ભગવાન શિવ ની પુજા કરવાથી ખુશ રહેતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.